ચૈતર વસાવા ના સમર્થનમાં 7 જાન્યુઆરી રવિવારના રોજ નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીની એક વિશાળ જનસભા થવા જઈ રહી છે. આ જનસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજર રહેશે. રવિવારે સવારે તેઓ વડોદરા પહોંચશે અને ત્યારબાદ નેત્રંગ ખાતે સભા સંબોધશે. ત્યારબાદ લોકસભાની ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બીજા દિવસે 8 જાન્યુઆરીના રોજ બંને મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાથે જેલમાં મુલાકાત કરવા માટે જશે.
આ સભાની ખૂબ જ જબરદસ્ત તૈયારીઓ ચાલી રહી છે. કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ગામોમાં આ સભાનો પ્રચાર કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે સાત તારીખે જે વિશાળ જનસભા થવા જઈ રહી છે તેવી જનસભા ક્યારેક જ આ વિસ્તારમાં થઈ હશે. હાલ ચૈતરભાઈ વસાવા એક જનનાયક બનીને ઉભર્યા છે. ભાજપના કુશાસનનો ભોગ બનનાર આ વિસ્તારના વંચિતો, દલિતો અને આદિવાસીઓ આજે ચૈતરભાઈ વસાવાને એક આશાની નજરે જોઈ રહ્યા છે. આ જનસભા ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ જનસભાના રૂપમાં યાદ રહેશે. અરવિંદ કેજરીવાલજી, ચૈતરભાઈ વસાવા અને આમ આદમી પાર્ટી ઉપર ભાજપ અત્યાચાર કરી રહી છે. તે સમયમાં ગુજરાતમાં યોજનાર આ જનસભા ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. આમ આદમી પાર્ટી પૂરી તાકાત સાથે આ સભા કરવા જઈ રહી છે.