કોંગ્રેસે તેની મહિલા પાંખ અને વિદ્યાર્થી પાંખના નવા પ્રમુખોની નિમણૂક કરી છે. તેમજ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પાર્ટીમાં ક્લસ્ટર આધારિત સ્ક્રીનિંગ કમિટીની પણ રચના કરી છે. કોંગ્રેસ દ્વારા પણ ગુજરાતના કોંગ્રેસ વડગામનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, લક્ષદ્રીપ તેમજ પુડુંચેરીની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે જીજ્ઞેશ મેવાણી બે ટર્મથી વડગામ બેઠક પરથી ચૂંટાઈને આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા તેઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
વર્ષ 2017 ની વિધાનભા ચૂંટણી વખતે બનાસકાંઠા જીલ્લાનાં વડગામ ખાતેથી ચૂંટણી લડવાની જાહેરાત કરતા કોંગ્રેસ દ્વારા જીજ્ઞેશ મેવાણીને ટેકો જાહેર કરી પોતાનો ઉમેદવાર હટાવી દીધો હતો. જે બાદ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવારને હરાવી ધારાસભ્ય બન્યા હતા. ખડગેએ ક્લસ્ટર આધારિત સ્ક્રીનીંગ કમિટીની રચના કરી છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આગામી સામાન્ય ચૂંટણીઓ માટે ક્લસ્ટર-આધારિત સ્ક્રીનીંગ સમિતિઓની પણ રચના કરી છે. આ માટે પાર્ટીએ દેશને 5 ક્લસ્ટરમાં વહેંચી દીધો છે