સુરતમાં મહિલાઓ વિરુદ્ધ ભાજપના કોર્પોરેટરે કોમેન્ટ કરતા આપના મહિલા કોર્પોરેટર પાયલ સાકરીયા અને મહિલા કાર્યકરોએ ભારે વિરોધ કર્યો હતો ત્યારે સુરત મહાનગર પાલિકાની ગાર્ડન સમિતિની બેઠક માં પડઘો પડ્યો હતો અને આપના મહિલા કાર્યકરોએ બંગડી આપવાનો પ્રયાસ કરતા મામલો ઉગ્ર બન્યો હતો મામલો વધારે બિચકતા પોલીસે દરમ્યાનગીરી કરવી પડી હતી પાલિકાના દરવાજે મહિલા કાર્યકરોએ ભારે હંગામો મચાવ્યો હતો