લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણીને લઈને અમદાવાદ ખાતે કોંગ્રેસની બેઠક મળી હતી. આ બેઠક પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં મળી હતી. આ બેઠકમાં શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામા આવ્યા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ અને ઈલેક્શન કમિટીની બેઠક અમદાવાદમાં યોજાઈ હતી. જેમાં અનેક મહત્વના નિર્ણયો લેવામા આવ્યા છે. જેમાં લોકસભા લડવા માંગતા ઉમેદવારોએ સીધી દાવેદારી કરવી નહીં , તાલુકા અને જિલ્લામા તરફથી આવતા નામોને આધારે જ ઉમેદવારોની પસંદગી પર વિચારણા કરાશે. ખાસ કરીને ઝડપથી ઉમેદવાર પસંદગી કરવામાં આવશે. આ સાથે ચૂંટણી જાહેર થયા પૂર્વે જ ઉમેદવારો પસંદ કરવા કોંગ્રેસની તૈયારી શરુ કરી દીધી છે.
કોંગ્રેસની આ બેઠકના મહત્વના મુદ્દાઓ વિશે વાત કરવામા આવે તેમાં પહેલો મુદ્દો તે હતો કે, લોકસભા ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોએ સીધી દાવેદારી કરવી નહીં, સંગઠનમાંથી આવનાર નામને જ ઉમેદવાર પદે પસંદ કરાશે, જાન્યુઆરી અંત સુધીમાં બેઠકદીઠ 2 ઉમેદવારોની પેનલ તૈયાર કરાશે અને ફેબ્રુઆરી અંત સુધી 26 પૈકી મોટા ભાગના ઉમેદવારો નક્કી કરાશે. લોકસભા મતદાન પૂર્વે ઉમેદવારને 9 મહિનાનો સમય આપવાનું આયોજન સિંગલ નામોને પહેલાથી જ લોકસભા તૈયારીઓ માટે કહી દેવાશે તેવું નક્કિ કરવામા આવ્યું છે.
લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે કવાયત શરુ કરી છે. ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસે 5 સ્ક્રીનિંગ કમિટી બનાવી છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણીની તૈયારીઓ માટે 5 ભાગો માટે અલગ અલગ 5 સ્ક્રીનિંગ કમિટી બનાવી છે. ગુજરાત, મધ્યપ્રદેશ, છતીસગઢ, રાજસ્થાન, દિલ્લી, દીવ-દમણ અને દાદરાનગર હવેલીનો એક સમૂહ બનાવાયો છે. રજની પાટીલને આ ઝોનના સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષની જવાબદારી સોંપાઈ છે. જ્યારે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને દક્ષિણના રાજ્યોની સ્ક્રીનિંગ કમિટીમાં સ્થાન મળ્યુ છે.