વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 તા. 9 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી યોજાનાર છે. આ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા દેશ વિદેશનાં મહાનુભાવો પધારવાનાં છે. જેને લઈ સુરક્ષા અને સલામતીનાં સુચારૂ ભાગ રૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ આજથી રીહર્સલ પણ શરૂ કરવામાં આવશે. તેમજ ગાંધીનગર રેન્જ ડી.આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 નો વડાપ્રધાનનાં હસ્તે મહાત્મા મંદિર કન્વેન્શન હોલ ખાતે થશે. જેને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંદોબસ્તને કુલ 6 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. જેમાં મહાત્મા મંદિર, એક્ઝિબિશન સેન્ટર, ગિફ્ટ સીટી, રાજ ભવન રોડ અને મોર્ચા સ્કવોડનો સમાવેશ થાય છે. બંદોબસ્તમાં 1 ADGP, 6 IGP/DIGP, 21 SP, 69 Dy.SP. 233 PI, 391 PSI, 5520 પોલીસ, 100 કમાન્ડો, 21 મોરચા સ્કવોર્ડ, 8 QRT ટીમ, 15 BDDS સહિતનાં પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ તહેનાત રહેશે. તેમજ વાહન ચાલકો દ્વારા આડેધડ પાર્કીગ ન કરે તે માટે 34 ટ્રાફિક ક્રેઈન પણ શહેરના માર્ગો પર તહેનાત રહેશે.