રાષ્ટ્રીય રમત પુરસ્કાર સમારોહ આજે સવારે 11:00 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે શરૂ થયો હતો. અહીં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્રિકેટર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડ આપ્યો. નોંધનીય છે કે 33 વર્ષના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ODI વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભલે તેને પ્રથમ ચાર મેચ રમી ન હતી, તેમ છતાં તે 24 વિકેટ સાથે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો હતો.
મોહમ્મદ શમીને વર્લ્ડ કપ 2023માં પ્રથમ ચાર મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થતાં શમીનો પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો જે બાદ તેને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લીધી હતી.ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ અર્જુન એવોર્ડ મેળવવા વિશે કહ્યું, “આ એવોર્ડ એક સપનું છે, લોકોના જીવન પસાર થાય છે અને આ એવોર્ડ જીતી શકતા નથી. હું ખુશ છું કે મને આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. મારા માટે, આ એવોર્ડ મેળવવો. એવોર્ડ એક સ્વપ્ન સમાન છે, કારણ કે મેં મારા જીવન દરમિયાન ઘણા લોકોને આ એવોર્ડ મેળવતા જોયા છે.”
આ સિવાય બેડમિન્ટન સ્ટાર ચિરાગ શેટ્ટી અને રેન્કીરેડ્ડી સાત્વિક સાઈ રાજને ખેલ રત્ન આપવામાં આવ્યો હતો, જ્યારે ભારતીય સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો.