આજથી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેમાં વડાપ્રધાન સહિત દેશ-વિદેશનાં મહેમાનો, ઉદ્યોગપતિ અમદાવાદ-ગાંધીનગર આવી રહ્યા છે. ત્યારે VVIP મહેમાનોને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરીજનોને એક ખાસ અપીલ કરવામા આવાી છે. શહેરમાં એરપોર્ટ તેમજ એસજી હાઈવે પર ઉપર સતત વીવીઆઈપીની અવર જવર રહેશે જેના કારણે શહેરીજનોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સુચન કરાયું છે.
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવ્યું છે. જેમાં જણાવવામા આવ્યું છે કે, ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટને કારણે શહેરમાં આજથી 5 દિવસ સુધી VVIP મૂવમેન્ટ હોવાથી ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ સર્કલ અને દફનાળા તરફ ટ્રાફિક અવરજવર ધીમી રહેશે. જેથી જે લોકો આ રસ્તા પરથી જતા હોય તે પાંચ દિવસ સુધી વૈકલ્પિક મારગ નાના ચિલોડા અને વિસત સર્કલનો ઉપયોગ કરે. આ સાથે એરપોર્ટ મુસાફરી કરનારા લોકોને ખાસ સલાહ આપવામાં આવે છે કે, તેઓ બે કલાક વહેલા એરપોર્ટ જવા પ્રયાસ કરે. તેમજ ઇમર્જન્સી હોય ત્યારે એરપોર્ટના મુસાફરો ભદ્રેશ્વર કટ અને સરદારનગર રોડથી પ્રવેશ કરીને પ્રેસ્ટિઝ હોટલ એરપોર્ટથી બહાર નીકળી શકે છે. આ સાથે આ જાહેરનામાં મુશ્કેલીમાં પોલીસ અથવા ટ્રાફિક હેલ્પલાઈનની મદદ લેવા જણાવ્યું છે. ઇમર્જન્સીમાં ટ્રાફિક હેલ્પલાઈન 1095 પર ફોન કરવાનો રહેશે. આ જાહેરનામું આગામી 9થી 13 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.
પૂર્વ અમદાવાદના મુસાફરો ડફનાળા જંક્શનથી આવવાનું ટાળે અને ગાંધીનગર અને એરપોર્ટ જવા માટે મેમ્કો, નરોડા અને નોબેલ ટી જંક્શનનો ઉપયોગ કરે.પશ્ચિમ અમદાવાદથી એરપોર્ટ આવતા લોકો રિંગરોડ અને ચિલોડા સર્કલથી એરપોર્ટ નોબલ નગર ટી અને ભદ્રેશ્વર જંક્શન પહોંચી શકશે