ચૈતર વસાવાના સમર્થનમાં અરવિં કેજરીવાલે જનસભા કરી અને આપના પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરી પણ ત્યાં ભરૂચમાં આપનો વિવાદ સામે આવ્યો છે ભરૂચમાં આપના 40 થી વધુ કાર્યકરોએ પાર્ટીના લેટર હેડ પર રાજીનામા આપી દેતા ભુકમ્પ થયો છે આ લેટરહેડ માં લખવામાં આવ્યું છે કે ભરૂચ જીલા આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ પર આપખુદ શાહી ચલાવવાનો આરોપ લગાવ્યો છે તો બીજીબાજુ પિયુષ પટેલે આરોપ લગાવતા કહ્યું કે જે લોકોએ પાર્ટીના લેટર હેડનો ઉપયોગ કર્યો છે તે પાર્ટીના કાર્યકર છેજ નહિ અને ખોટી રીતના દુરુપયોગ કરવામાં આવ્યો છે એક તરફ ભરૂચ ની લોકસભા બેઠક ને લઇ રાજનીતિ ગરમાઈ છે ત્યારે આપના નવા વિવાદે ફરીવાર સ્થાનિક રાજકારણમાં હલચલ મચાવી છે