જામજોધપુરના ૩૩ વર્ષ જુના કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની સજા સામેની અપીલ હાઈકોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે. ટ્રાયલ કોર્ટે સંજીવ ભટ્ટે હાઈકોર્ટમાં અપીલ કરીને સજા રદ કરવા દાદ માગી હતી. હાઈકોર્ટ ટ્રાયલ કોર્ટના ચુકાદામાં હસ્તક્ષેપ કરવાના ઇનકાર કરીને નિર્ણય યોગ્ય ઠેરવ્યો છે. જેને લઈને પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની મુશ્કેલીઓ વ્હ્દારી છે.
૧૯૯૦મા જામજોધપુરમાં ભાજપના પૂર્વ નેતા લાલકૃષ્ણ અડવાણીનો રાજકીય સભારંભ હતો. તે દિવસે ભારત બંધનું એલાન હતું. અ અસમયે સંજીવ ભટ્ટ જામનગરમાં એસપી તરીકે ફરજ બજાવતા હતા. બંધનું એલાન હોવા છતાં કેટલાક તોફાની તત્વો કોમી રમખાણ કરવાના હોવાનો મેસેજ મળેલો હતો. જેથી સંજીવ ભટ્ટની પોલીસ ટીમે કુલ ૧૦૦ કરતા વધુ તોફાની લોકોની ટાડા હેઠળ ધરપકડ કરી હતી. તે પૈકી કેટલાકને કસ્ટડીમાં માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કસ્ટડી દરમ્યાન એક વ્યક્તિનું મોત નીપજતા આરોપીના ભાઈએ સંજીવ ભટ્ટ અને અન્ય એક પોલીસ કર્મીના સામે કસ્ટોડીયલ ટોર્ચરની ફરિયાદ નીધાવી હતી. આ અંગે જામજોધપુર સેસન્સ કોર્ટએ ૨૯ વર્ષ બાદ સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસમાં કોન્સ્ટેબલ પ્રવીણસિંહ જાડેજા, અનોપસિંહ જેઠવા, કેશુભા જાડેજા વગેરેને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી.