મહિલા અને બાળ વિકાસ અને લઘુમતી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મગળવારે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ત્રીજી હક આને ઉમરાહ કોન્ફરન્સના ઉદ્ધાટન સત્રમાં ભાગ લીધો હતો અને મક્કાના ડેપ્યુટી ગવર્નર અને હજ અને ઉમરાહ મંત્રી સાથે ચર્ચા કરી હતી. કાર્યક્રમમાં ભાગ લોધા પછી કેન્દ્રીય મંત્રીએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે તેઓ સુદી હજ અને ઉમરાહ બાબતોના મંત્રાલય દ્વારા આપેલા ઉદાર આમંત્રણ માટે આભારી છે.
સ્મુતી ઈરાની વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરન સાથે મદીના શહેર પોહચી હતી. તે ઇસ્લામ ધર્મના પવિત્ર શહેરમાંનું એક શહેર છે. સોશિયલ મીડિયા પર તેમની એક પોસ્ટમાં સ્મૃતિ ઈરાનીએ બને વચ્ચેના સંસ્કૃતિક અને આધ્યાત્મિક જોડાણોનો ઉલ્લેખ કરતા લખ્યું હતું. આજે મદીનાની ઐતિહાસિક સફર જે ઇસ્લામના સૌથી પવિત્ર શહેરોમાંથી એક છે. જેમાં આદરણીય પ્રોફેતની મસ્જીદ, અલ માંસીજીદ અલ નબવી,ઉહુદ પર્વતની પરિમિતિ અને કુબા મસ્જિદની મુલાકાત સમાવેશ થાય છે. આ સ્થળોની મુલાકાતનું મહત્વ સાઉદી સતાવાળાઓના પ્રારંભિક ઇસ્લામિક ઈતિહાસ સાથે જોડાયેલું છે. આ આપના સંસ્કૃતિક અને આધ્યામિક જોડાણોની ઊંડાઈને પ્રતિબીંબત કરે છે.
બે દિવસ પહેલા, ભારત અને સાઉદી અરેબિયાએ દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જે હેઠળ નવી દિલ્હીને આ વર્ષની વાર્ષિક હજ યાત્રા માટે 1,75,025 યાત્રાળુઓનો ક્વોટા ફાળવવામાં આવ્યો છે. દ્વિપક્ષીય હજ કરાર 2024 પર જેદ્દાહમાં સાઉદીના હજ અને ઉમરાહ મંત્રી તૌફીક બિન ફવઝાન અલ-રબિયા સાથે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
સ્મૃતિ ઈરાનીએ આ સાથેજ અમુક તસ્વીરો પં સોશિયલ મીડિયામાં પર શેર કરી હતી. જોકે તેમની મુલાકાત સોશિયલ મીડિયા પર મુસ્લિમ કટ્ટરપંથીઓને પસંદ આવી નથી. અલ મસ્જીદ અલ ન્બાવીની આસપાસ માથું ઢાંક્યા વગરની હિંદુ મહિલાની તસ્વીર જોઇને આ લોકો ગુસ્સે ભરાયા છે. એક યુઝરે ટ્વીટ કર્યું કે તમે મુશરીકેનને આપણી સેન્ચ્યુરીની પરિમિતિ સુધી કેમ પહોંચવા દો છો? ઇસ્લામમાં, “મુશરીક” અને “મુશરીકેન” શબ્દો એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ શિર્ક અભ્યાસ કરે છે, જેઓ ઘણા દેવોની પૂજા અને મૂર્તિપૂજામાં માને છે.’ અન્ય એક કટ્ટર મુસ્લિમ ઉગ્રવાદીએ ટ્વિટ કર્યું. કહ્યું, “પયગમ્બરે સ્પષ્ટપણે હેજાઝ પ્રદેશમાં મૂર્તિપૂજકોની હાજરીની મનાઈ ફરમાવી હતી.”