આજના સમયમાં માતાઓ અને દીકરીઓ જ્યારે એકલી નીકળતી હોઈ ત્યારે બદમાશો અને આવરા તત્વો તેનો લાભ લેવાનો પ્રયત્ન કરતા હોઈ ત્યારે તેની સામે તેઓ પોતાનું સ્વરક્ષણ કરી શકે તે માટે વડીયાની કન્યા વિદ્યાલયમાં સુરક્ષા સેતુ કાર્યક્ર્મ યોજાયો. હતો જેમાં અમરેલી પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા સેતુ કાર્યક્રમ, નીચે શાળાની દીકરીઓને સ્વ.રક્ષણ માટે 15 દિવસની ટ્રેનીંગ આપવામાં આવી હતી આ ટ્રેનિંગ માં સ્પેશ્યલ ટ્રેનર દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી જેમાં જૂડો, કરાટે, લાઠી દાવ જેવા સ્વ.રક્ષણના દાવપેચ પોલીસે શીખવ્યા હતા આ ટ્રેનિંગમાં 250 થી વધુ વિદ્યાર્થિનીઓ જોડાઈ હતી