ચેન્નાઈથી હૈદરાબાદ જઈ રહેલીCharminar Express બુધવારે Hyderabad માં પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં અનેક મુસાફરો ઘાયલ થયા છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈનું મોત થયું નથી.
હૈદરાબાદમાં નામપલ્લી રેલવે સ્ટેશન પર બુધવારે સવારે હૈદરાબાદથી ચેન્નઈ જઈ રહેલી ચારમિનાર એક્સપ્રેસના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેના પરિણામે છ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ આ જાણકારી આપી. બુધવારે સવારે 10 વાગ્યે નામપલ્લી રેલવે સ્ટેશન પાસે આ અકસ્માત થયો હતો.
ગઈ કાલે મોડી સાંજે ચેન્નઈથી નીકળેલી ટ્રેન સીધી પ્લેટફોર્મ નંબર 5 પર પહોંચી અને ડેડ એન્ડ વોલ સાથે અથડાઈ. જેના કારણે ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેથી ટ્રેનમાંથી ઉતરવાની તૈયારીમાં દરવાજા પર ઉભેલા કેટલાક મુસાફરો આંચકાને કારણે પડી ગયા અને ઘાયલ થયા છે. S2, S3, S6 બોગીને આંશિક નુકસાન થયું છે. સ્ટેશન પર ટ્રેન ધીમી પડતાં મોટી દુર્ઘટના ટળી હતી.
એક રેલવે અધિકારીએ મીડિયાને જણાવ્યું હતુ કે, ‘ટર્મિનલ પહેલાં ટ્રેનને રોકવી જોઈતી હતી, પરંતુ ટ્રેન આગળ વધી ગઈ, જેના કારણે આ અકસ્માત થયો. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોને રેલવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ રેલ્વેના વરિષ્ઠ અધિકારીઓ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.