SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે “વાઇબ્રન્ટ ગુજરાત” નિમિત્તે રશિયન ડેલીગેશને વિઝીટ કરી હતી.
“વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-2024”માં આવેલ રશિયન ડેલીગેશને SMVS સ્વામિનારાયણ ધામ ખાતે પૂજ્ય સંતોના આશીર્વાદ લીધા હતા, ત્યારબાદ SMVS સ્વામિનારાયણ હોસ્પિટલની વિઝીટ કરી હતી.
મેડિકલ ટુરીઝમના માધ્યમથી હોલીસ્ટીક હેલ્થકેરને આગળ વધારવા માટે રશિયા Sakhalin Regionના હેલ્થ મિનિસ્ટર, કુઝનેત્સોવ વ્લાદિમીર (Kuznetsov Vladimir), તેમના ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર મિનિસ્ટર ઇગોર એનીસીમોવ (Igor Anisimov) તેમજ હોસ્પિટલ સેક્ટરના જાણીતા ડીમિત્રી ફોમિને (Dimitry Fomin ) વિઝીટ લીધી હતી અને હોસ્પિટલની ઝીણવટભરી માહિતી મેળવી હતી.SMVS સ્વામિનારાયણ હોસ્પિટલની દર્દીઓ માટેની અભુતપૂર્વ સેવા અને કાર્યશૈલીની ખૂબ પ્રશંસા કરી હતી તેમજ ભવિષ્યમાં મેડિકલ ટુરીઝમ ક્ષેત્રે વિદેશી દર્દીઓને સારામાં સારી સારવાર પૂરી પાડવાના સંકલ્પે આ વિઝીટ સંપન્ન થઈ હતી.