મઢડા ખાતે આઈ સોનલમાં ત્રિદિવસીય શતાબ્દી મહોત્સ્વનો પ્રારંભ થયો છે ત્યારે માત્ર ગઢવી ચારણ સમાજ નહિ પણ બીજા સમાજ પણ ઉત્સુક છે આઈ સોનલમાનો જન્મ 8 જાન્યુઆરી 1924 ના રોજ થયો હતો તેમના જન્મને 100 વર્ષ પૂરાં થતા આ ત્રિદિવસીય મહોત્સવનો આયોજન કરવામાં આવ્યું છે સોનલમાએ સાંસ્કૃતિક અને સામાજિક શેત્રે કાર્ય કર્યું હતું તેમણે સમાજમાંથી કુરિવાજ નાબૂદ થાય તે માટે હંમેશા પ્રયતનશીલ રહયા હતા તેમણે તેમનું જીવન સમાજ માટે સમર્પિત કર્યું હતું 11 થી 13 જાન્યુઆરી સુધી આ મહોત્સવ ચાલશે આ ત્રણ દિવસ દરમ્યાન ધર્મસભા યોજાશે તો રાતના સમયે દાંડિયા રાસ અને લોક ડાયરો યોજાશે આ મહોત્સવમાં દેશ વિદેશથી લાખો લોકો આવશે તો કંચન માએ પણ લોકોને આ મહોત્સવમાં આવવા નિમંત્રણ પાઠવ્યું છે આ મહોત્સવમાં લોક સાહિત્યકારો રાજનેતાઓ અને અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે