ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, 2024ના બીજા દિવસે ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC)ની નેશનલ કમિટી ઓન ક્લાઈમેટ ચેન્જ દ્વારા ‘ટ્રાન્ઝિશન ટુ ધ ગ્રીન ઇકોનોમી : EVs ‘ વિષય ઉપર માહિતીપ્રદ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે ઉત્તરપ્રદેશના ઔદ્યોગિક વિકાસ મંત્રીશ્રી નંદ ગોપાલ ગુપ્તાએ કહ્યું કે, ‘વાઈબ્રન્ટ સમિટ દેશ- વિદેશના ઉદ્યોગ વિશ્વ સાથે સંકળાયેલા હિતધારકોના વિચારો અને રોકાણોના આદાન-પ્રદાન માટેનું ઉત્તમ પ્લેટફોર્મ બની રહ્યું છે’ તેમણે ઉમેર્યું કે, આ વિરાટ આયોજન પ્રધાનમંત્રીના વિઝનને દર્શાવે છે.