લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો જનતાને પોતાની તરફ આકર્ષવાની તૈયારીઓ કરતા જોવા મળ્યા છે. ગુજરાતમાં જ્યા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડાસાફ થયા બાદ પાર્ટી હવે લોકસભા ચૂંટણીને લઇને તૈયારીઓમાં કોઇ ખામી રાખવા માંગતી ન હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે આજથી કોગ્રેસમાં બે દીવ્સ્ય મેરેથીન બેઠકોના દોર ગુજરાત કોગ્રેસ કાર્યાલય ખાતે બેઠકો યોજવામાં આવી છે. જેમાં લોકશાહી ઢબે કાર્યકર્તા સાથે બેલેટ પેપરથી તેમના સુચન અને ઉમેદવારના નામ માગવામાં આવ્યા છે.
લોકસભા ચુંટણી નજીક આવી રહી છે. ત્યારે કોગ્રેસના પ્રભારી, પ્રમુખ સહિતના આગેવાનો સાથે રહીને બે દીવસય બેઠક યોજવમાં આવી છે. આ બેઠકમાં નવતર પ્રયોગ પણ કરવામાં આવ્યો છે. જેમાં તમામ જિલ્લન પ્રમુખો અને કાર્યકર્તાઓના મત અને સૂચનો માગવામાં આવ્યા હતા. આ મતમાં તેમના સૂચનો અને તેમના વિસ્તારના ઉમેદવારના નામનું સુચન આપવામાં આવ્યું છે. આ લોકશાહી ઢબે કરવામાં આવ્યું છે અને અલગ અલગ જીલ્લાના બોક્સ બનાવી બેલેટ પેપર સીસ્ટમ થી મતઆપ્યા છે. જેથી કાર્યકર્તા તેનું સુચન આપે અને હાઇકમાન્ડ સુધી તે સુચન પોહચે તે રીતે વ્યવસ્થા ઉભી કરવાં આવી છે. આ બેલેટ પ્રભારી અને પ્રમુખની હાજરીમાં ખોલાવમાં આવશે. અને આ તમામ ખાનગી રાખવામાં આવશે.