આ બાબતે હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં રાજ્યમાં કોઈ પણ જગ્યાએ વરસાદની સંભાવના નથી. જે ટેમ્પરેચર નોંધાયા છે તેમાં ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 11.8 તાપમાન નોંધાયું હતું. ત્યારે હાલ કોઈ પણ એવી સિસ્ટમ સક્રિય નથી જેથી ગુજરાતમાં વરસાદ પડી શકે.
રાજ્યમાં નલિયાનું તાપમાન 10.8, કંડલા એરપોર્ટ તાપમાન 12.7, કંડલા બંદર 15.9, ઓખા 19.5, દ્વારકા, 17.4, પોરબંદર 16, રાજકોટ 13, વેરાવળ 17.2, અમરેલી 11.6, ભાવનગર 14.5, સુરેન્દ્રનગર 12.8, અમદાવાદ 11.8, વડોદરા 12.4 તેમજ ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું હતું.
ઉત્તર ભારતમાં ધુમ્મસને કારણે વિમાની સેવા પ્રભાવિત થઈ છે. જેમાં અમદાવાદની 50 ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી. મોટાભાગની ફ્લાઈટ 1 કલાકથી વધુ સમય મોડી પડી હતી. ઉત્તર ભારતમાં ધુમ્મસને કારણે વિઝિબિલીટી ઘટતા અનેક ફ્લાઈટ પ્રભાવિત થઈ હતી. ત્યારે દિલ્લી, લખનૌ, ચેન્નાઈ સહિતની ફ્લાઈટને અસર થઈ હતી.