સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલ ટેકનિકલ કારણોસર રેલવે વ્યવહારને અસર થવા પામી છે. જેને લીધે અનેક ટ્રેનોને અલગ અલગ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. જેમાં સાબરમતીથી ઉપડતી ભાવનગર-સાબરમતી ઈન્ટરસિટી ટ્રેન તા. 16 જાન્યુઆરીથી એક મહિનાં સુધી ગાંધીગ્રામ સ્ટેશનેથી ઉપડશે. જેનાં પગલે આ ટ્રેન ગાંધીગ્રામ અને સાબરમતી વચ્ચે રદ્દ રહેશે.
તેમજ તા. 16 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ટ્રેન નંબ 20965/ 20966 ભાવનગર-સાબરમતી- ભાવનગર ઈંટરસિટી એક્સપ્રેસ ભાવનગરથી ગાંધીગ્રામ અને ગાંધીગ્રામથી ભાવનગર વચ્ચે દોડશે. અને આ ટ્રેનનું આગમન પ્રસ્થાન સાબરમતી સ્ટેશન પર નહીં થાય.ત્યારે મુસાફરોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે રેલવે વિભાગ દ્વારા અગાઉથી આ બાબતે જાહેરાત પણ કરવામાં આવી હતી. જેથી મુસાફરો સાબરમતી રેલવે સ્ટેશને આવીને ધક્કો ન ખાવો પડે.