અમદાવાદ શહેરમાં હવે આઇકોનિક રોડ બનાવાઈ રહ્યા છે. જેમાં એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ સુધીનો 1.7 કીમી લાંબો રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવાઈ રહ્યો છે. તમામ સુવિધા સાથેના આ રોડમાં સર્વિસ રોડ, પાર્કિંગ, ફૂટપાથ હશે.
બન્ને મહાનગર પાલિકા ગાંધીનગર અને અમદાવાદને જોડતો મુખ્ય VVIP રોડ હોવાને કારણે જેમાં બન્ને શહેરની આગવી ઓળખ ઉભી થાય તે માટે “આઇકોનિક રોડ” તરીકે ડેવલપ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મેઈન રોડ/ સર્વિસ રોડ / ફૂટપાથ/પાર્કિંગ તેમજ મીડિયાન તથા પ્લેસ મેકિગ સાઈડ ગ્રિલ / તેમજ લેન્ડસ્કેપ્સ માટેની સોઈલ “માટી” સ્ટ્રીટ લાઈટ જેવી કામગીરી AMC દ્વારા કરવામાં આવશે
આગામી દિવસોમાં શહેરમાં અનેક રોડને અઈકોનિક રોડ તરીકે વિકસાવાશે. જેમાં મેઈન રોડ, સર્વિસ રોડ, ફૂટપાથ, પાર્કિંગ સહિતની સુવિધા હશે. હાલ તો અમદાવાદ શહેરમાં પ્રથમ તબક્કામાં એરપોર્ટ રોડને આઇકોનિક રોડ તરીકે વિકાસાઈવ રહ્યો છે. આગામી સમયમાં શહેરના અનેક રોડને ડેવલોપ કરી શહેરની સુંદરતામાં વધારો કરાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એરપોર્ટ સર્કલથી ઈન્દિરા બ્રિજ સર્કલ સુધીનો એટલે કે, 1.7 કિલોમીટરનો રોડ આઇકોનિક રોડ તરીકે તેનો ડેવલપમેન્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પહેલા રોડની પહોળાઈ જે 40 મીટર હતી. તેને વધારીને અમે 60 મીટર કરી છે. જેથી ટ્રાફિક માટે ડાબી તેમજ જમણી બાજુ ત્રણ ત્રણ લેયરનો ઈન્ટરફ ફ્રી લેન મળશે. તેમજ ચાર મીટરનો મલ્ટી ફંક્શન ઝોન રહેશે. જેની અંદર સ્કલ્પચર, ફાઈન્ડેશન, કીઓસ છે. સ્માર્ટ બસ સ્ટેન્ડ છે. તેમજ ડાબી તેમજ જમણી બાજુ બે લેનનો બંને બાજુ સર્વિસ રોડ રહેશે. તેમજ 3.5 મીટરી ફૂટપાથ રહેશે. જેથી આજુબાજુનાં રહીશોને પણ આવવા જવા માટે કોઈ તકલીફ નહી રહે.