અમરેલી શહેરમાં ક્રિષ્ના પેટ્રોલપંપના માલિકને ફોન ઉપર કુલદીપ પ્રતાપભાઈ આલાણી નામના શખ્સે રૂ.20 લાખની ખંડણી માંગી પેટ્રોલપંપના માલિકને પ્રોટેકશન અને સારી રીતે પેટ્રોલપંપ ચલાવવા બાબતે આ રકમ ન આપવામાં આવે તો ફાયરીંગ કરી જાનથી મારી નાખવાની ધમકી અને ગાળો ફોન ઉપર આપવામાં આવી હતી. આ પ્રકારની ખંડણી અને ધમકી મળતા સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા ચકચાર મચી ગઇ હતી. આ ઘટનાની જિલ્લા પોલીસ વડા હિમકર સિંહને જાણ થતાં આરોપીને તાત્કાલિક પકડવા સૂચના આપતા સીટી .આઈ.ડી.કે.વાઘેલાની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે ગણતરીની કલાકોમાં સુરત શહેરમાંથી આરોપીને ઝડપી લીધો હતો.