રાજ્યના મુખ્યમંત્રીને ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમાં કરાવેલ ચીજ વસ્તુઓનું પ્રદર્શન- વેચાણ કરવામાં આવશે જેમાં સીટી ડેપ્યુટી કલેકટરની ગોતા સ્થિત કચેરીમાં ૧૮ જાન્યુઆરીથી તા.૨૦ જાન્યુઆરી દરમિયાન ચીજ વસ્તુઓ નિહાળી શકાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ કાર્યક્રમો અને પ્રવાસ દરમિયાન ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમાં કરાવેલ ચીજવસ્તુઓ પ્રદર્શન અને વેચાણ અર્થે અમદાવાદ જિલ્લાને ફાળવવામાં આવી છે. આ સંદર્ભે અમદાવાદ ખાતે તા.૧૮/૦૧/૨૦૨૪ થી તા.૨૦/૦૧/૨૦૨૪ના ત્રણ દિવસ દરમિયાન પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમ યોજાશે. આ પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમમાં અંદાજીત ₹૨૫ લાખની કિંમતની ૮૫૦ જેટલી વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ હાથ ધરવામાં આવનાર હોવાનું સીટી ડે.કલેકટર(પશ્ચિમ) શ્રી ઉમંગ પટેલે જણાવ્યું છે.
મુખ્યમંત્રીને ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમાં કરાવેલ ચીજ વસ્તુઓનું પ્રદર્શન- વેચાણ કરવામાં આવશે જેમાં સીટી ડેપ્યુટી કલેકટરની ગોતા સ્થિત કચેરીમાં ૧૮ જાન્યુઆરીથી તા.૨૦ જાન્યુઆરી દરમિયાન ચીજ વસ્તુઓ નિહાળી શકાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ કાર્યક્રમો અને પ્રવાસ દરમિયાન ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમાં કરાવેલ ચીજવસ્તુઓ પ્રદર્શન અને વેચાણ અર્થે અમદાવાદ જિલ્લાને ફાળવવામાં આવી છે. આ સંદર્ભે અમદાવાદ ખાતે તા.૧૮/૦૧/૨૦૨૪ થી તા.૨૦/૦૧/૨૦૨૪ના ત્રણ દિવસ દરમિયાન પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમ યોજાશે. આ પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમમાં અંદાજીત ₹૨૫ લાખની કિંમતની ૮૫૦ જેટલી વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ હાથ ધરવામાં આવનાર હોવાનું સીટી ડે.કલેકટર(પશ્ચિમ) શ્રી ઉમંગ પટેલે જણાવ્યું છે.