2024ની લોકસભા ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દીધી છે. લોકસભા ચૂંટણીના માર્ગદર્શન અંગે ગાંધીનગર ખાતે મીડયા કાર્યશાળા યોજાઈ હતી . જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટીયા હાજર રહ્યાં હતાં. ગૌરવ ભાટીયાએ સરકારની સિદ્ધિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથો સાથ 2024ની ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટીયાએ જણાવ્યું હતું કે, PM મોદી રાજકારણમાં ઘણા પરિવર્તન લાવ્યા છે. તેમણે કહ્યું કે, અમે અમારી સરકારે કરેલા કાર્યોનું રિપોર્ટ કાર્ડ લઇને લોકો વચ્ચે જઇશુ. વધુમાં કહ્યું કે, PM મોદીએ એન્ટીઇન્કબન્સીને પ્રોઇન્કમબન્સીમાં ફેરવી છે.ગૌરવ ભાટીયાએ રામમંદિર અંગે પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, લોકો કહેતા હતા કે, મંદિર વહી બનાએગે તારીખ નહી બતાએગે ત્યારે અમે કહેતા કે, મંદિર વહી બનાએગે તારીખ ભી બતાએગે તુમ્હે ભી બુલાયેગે ભલે તુમ ન આઓ. વધુમાં ઉમેર્યું કે, અમે ભારતને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ભાગ પાડતા નથી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ભાજપ અંગદના પગ સમાન છે.