અમદાવાદની પાસે આવેલ ધોળકા ટાઉનમાં બે દિવસ પહેલા રેલ્વે ટ્રેક ની પાસેથી એક અજાણ્યા પુરુષની લાશ મળી હતી. જેને લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસ તપાસ કરી રહી હતી. પોલીસે માત્ર પાચ દિવસમાં આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો. અને પાચ આરોપીઓની ધરપકડ કરી છે.
અમદાવાદ ધોળકા રેલ્વે જોડે પાચ દિવસ પહેલા એક અજાણ્યા પુરુષની લાશ મળી હતી. લાશ મળતા રેલ્વે પોલીસ અને ધોળકા ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને પોલીસે તપાસ શરુ કરી હતી. તપાસ કરતા લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જેમાં ખુલ્લાસો થયો કે આ વ્યક્તિની ગળું દબાવી હત્યા કરવામાં આવી છે ત્યારબાદ પોલીસે પોતાની તપાસની દિશા બદલી અને તેના પરિવાજનોની ઉલટ તપાસ શરુ કરી હતી. જેમાં મૃતકના દીકરી અને તને પત્નીની ઉડાણપૂર્વક પૂછપરછ કરતા બનેએ વટાણા વેરી દીધા હતા અને હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. જેમાં અન્ય ત્રણ લોકો સામેલ હોવાનું સામે આવતા કુલ પાચ લોકોની ધરપકડ કરી છે.
મૃતક હર્ષદ રાજપૂત અનીતા રાજપૂતનો પતિ હતો. હર્ષદ રાજપૂત દારૂ પીવાની ટેવ ધરાવતો હતો. દારૂ પીને ઘરમાં અને અડોશ પડોશમાં ઝધડા કરતો હતો. જેના કારણે અનિતાએ હર્ષદ જોડેથી તેને અલગ થઇ ગઈ હતી અંદાજે ૨.૫ વર્ષ પહેલા હર્ષદ અને અનીતા એક બીજાથી અલગ થઇ ગયા હતા. પરતું હર્ષદ તેમ છતાં અવારનવાર દારૂ પીવા પૈસા લેવા અનીતાના સંપર્કમાં હતા અને માર જુડ કરતો હતો. તેની દીકરી કિંજલ જોડે પણ મારજુડ કરતો હતો. ત્યારે આખરે કંટાળી ને કિંજલે તેના પ્રમી સાથે મળીને હર્ષદનો કાસ કાઢવાનો નક્કી કર્યું હતું. અને છ મહિનાથી હત્યાનો પ્લાન બનવતા હતા અને આખરે એક દિવસ તે દિવસ આવ્યો અને હત્યા કરી લાશ રેલ્વે ટ્રેક પર ફેકી દીધી હતી. ત્યારે પોલીસે ગણતરીના કલાકમાં હત્યાનો ભેદ ઉકેલી આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.