વડોદરાના હરણી લેકમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. હરણી લેક ઝોનમાં બોટ પલટી જતા બોટમાં સવાર વિદ્યાર્થીઓ ડુબ્યા છે જેમાંથી એકનું મોત થયું છે અન્ય વિદ્યાર્થીઓની શોધખોળ શરુ કરવામા આવી છે. આ બેટમાં આશરે 15થી 30 વિદ્યાર્થીઓ સવાર હોવાની શક્યતા વ્યક્ત કરવામા આવી છે.
વડોદરાના હરણી લેક ઝોનમાં બોટ પલટી ખાતાં ફાયર પહોચ્યું ઘટનાસ્થળે છે. સાતથી વધુ બાળકોના મૃત્યુ થયા હોવાની શંકા છે. વડોદરાની ખાનગી શાળાના બાળકો શિક્ષકો સાથે બોટમાં સવાર હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ વડોદરાના વાઘોડીયા રોડ પર આવેલી ન્યૂ સન રાઇઝ સ્કૂલના બાળકોને આજે હરણી સ્થિત તળાવના પ્રવાસ માટે લાવવામાં આવ્યાં હતા. જ્યાં બાળકોને બોટમાં ફરાવવામાં આવી રહ્યાં હતા. ત્યારે અચાનક બોટલ તળાવમાં પલ્ટી ખાઇ જતા દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનાને પગલે વડોદરા ફાયર બ્રિગેડની તમામ ટીમ સ્થળ પર કામે લાગી છે. આ સાથે જ NDRF ની ટીમ પણ ધટના સ્થળે પોહચી છે. અને બાળકોની શોધખોળ ચાલુ છે.
આ બનાવને પગલે એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, 16ની કેપેસીટી વાળી બોટમાં 25 જેટલા બાળકોને બેસાડવમાં આવ્યાં હતા તેમજ વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા જેના કારણે આ દુર્ઘટના ઘટી છે.
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા 14 માસૂમોના જીવ ગયા છે. જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા છે. જ્યારે 11 બાળકો અને 2 શિક્ષકોનો રેકક્યૂ કરાયું છે. આપને જણાવી દઈએ કે, આ બોટમાં ન્યુ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષક સહિત 23 લોકો સવાર હતાં. જે દર્દ દ્વારક ઘટનાના પગલે અનેક માસૂમોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે ઘટનાના તાગ મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા જવા માટે રવાના થયા છે. તો બીજી તરફ PM મોદી સંવેદનાઓ વ્યક્ત કરી સહાયની જાહેરાત કરી છે
હરણી તળાવમાં બોટ પલટી જવાની દુર્ઘટના મામલે પ્રધાનમંત્રી મોદીએ દુખ વ્યક્ત કર્યું છે. તેમજ મૃતકો માટે સહાયની જાહેરાત પણ કરી છે. તેમણે PMNRF તરફથી 2 લાખ રૂપિયા દરેક મૃતકના પરિવારજનોને તેમજ ઈજાગ્રસ્તોને રૂપિયા 50, હજારની સહાયની પણ જાહેરાત કરી છે કેન્દ્ર બાદ રાજ્ય સરકારે પણ હરણી તળાવની દુર્ઘટના સહાયની જાહેરાત કરી છે. પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.