લોકસભા 2024 ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક રાજનીતિક પાર્ટીઓએ પોતાની તૈયારી શરુ કરી છે . ત્યારે ભાજપે ગુજરાતમાં આદિવાસી વોટ બેંક મજબૂત કરવા માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. જે અંતર્ગત આદિજાતિ વિસ્તારના 14 જિલ્લામાંથી પસાર થનાર ‘વન સેતુ ચેતના યાત્રા’ નો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો ત્યારે હવે જાણવા મળી રહ્યુ છે કે, PM મોદી ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવશે અને 50 હજાર આદિવાસીઓને સંબોધશે.આદિવસીઓ માટે એક જનસભાની આયોજન કરવામાં આવ્યું છે
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ગુજરાત આવ્યા બાદ ફરીથી PM મોદીનો ગુજરાત પ્રવાસ ગોઠવાઈ ગયો છે. પ્રાપ્ત જાણકારી મુજબ PM Modi આગામી 10 ફેબ્રુઆરીએ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વડોદરામાં આદિવાસી મહાસંમેલનના કાર્યક્રમમાં હાજરી આપશે તેવું જાણવા મળી રહ્યું છે.
વડોદરાના સયાજીપુરા પાંજરાપોળની જગ્યામાં આદિવાસી મહાસંમેલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં આવનારા આદિવાસી માટે ટેન્ટ સિટી ઉભુ કરવામાં આવશે. આ સંમેલનમાં પંચમહાલ, મહીસાગર અને દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ અને વડોદરા જિલ્લાના આદિવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ આદિવાસી મહાસંમેલનના કાર્યક્રમમાં PM Modi ઉપસ્થિત રહેશે અને સભાને સંબોધશે.
લોકસભા ચુંટણી પહેલા આદિવાસી મતદારોને આકર્ષવા માટે ભાજપે કવાયત શરુ કરી દીધી છે. જે અંતર્ગત આજથી આદિજાતિ બાંધવોને સ્પર્શતી 5 દિવસની “વન સેતુ ચેતના યાત્રા”નો પ્રારંભ કરવામા આવ્યો છે. આ “વન સેતુ ચેતના યાત્રા”ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવસારીના સાસંદ સી.આર. પાટીલના હસ્તે નવસારી જિલ્લાના ભીનાર ખાતે આવેલા ‘જાનકી વન’ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે.
આ યાત્રા વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત કુલ 14 જિલ્લામાંથી પસાર થશે. લગભગ 1000 કિ.મી. જે 22 જાન્યુઆરીએ અંબાજીમાં પૂર્ણ થશે. જેમાં 51 આદિજાતિ તાલુકામાં 3 લાખ પરીવારને આવરી લેવાશે.