હજી મોરબીની ગોઝારી દુર્ઘટના ભૂલાઈ નથી ત્યારે વડોદરામાં મોરબી જેવી જ ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. મોટનાથ લેક ઝોનમાં બોટમાં સવારી કરી રહેલ 25થી વધુ શાળાના બાળકો અને શિક્ષકો ભરેલી બોટ પલટી ખાઈ જતા ભારે અફરાતફર મચી ગઈ છે. મેજર કોલ જાહેર કરાતા ફાયર બ્રિગેડના જવાનો તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી છે હાલ શિક્ષિકાઓ અને બાળકો સહિત 15ના મોત નીપજયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. દરમિયાન આ ઘટનાને લઈ વડોદરા પોલીસે બોટ સંચાલકો સામે ફરિયાદ દાખલ કરી છે.
ગૃહ પ્રધાન હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા છે. તો બીજી તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી સહાયની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓએ આ સમગ્ર ઘટના મામલે દુઃખ વ્યક્ત કર્યું છે. ત્યારે હવે પોતે મુખ્યમંત્રી વડોદરા પહોંચી ગયા છે અને ઘટના સ્થળની મુલાકાત લીધીં હતી ત્યારબાદ તેમણે હોસ્પિટલ ખાતે મૃતક બાળકોના પરિવારને પણ મળ્યા હતા