22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો રૂડો અવસર છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને લઈને કેન્દ્ર સરકાર બાદ હવે ગુજરાત રાજ્ય સરકારે પણ મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાત તથા દેશમાં તારીખ 22/01/2024 ના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી થનાર છે. રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઇ શકે તે હેતુસર તા.22/01/2024, સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓમાં અડધા દિવસ માટે બપોરના 2:30 સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો રૂડો અવસર છે, ત્યારે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ શુભ પ્રસંગને લઈ કેન્દ્ર સરકારે 22 જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરી છે.