વડોદરા શહેરના હરણી મોટનાથ તળાવમાં ગત ગુરુવારે સર્જાયેલી બોટ દુર્ઘટનાનો મામલો હવે સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે. આ દુર્ઘટના મામલે એડવોકેટ ઉત્કર્ષ દવે એ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરી છે. અને વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર સહિતના જવાબદાર સામે પગલાં લેવા અને મૃતકના વારસોને સન્માન જનક વળતર ચૂકવવાની માંગ કરી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ વડોદરા હરણી બોટ દુર્ઘટનો મામલો હવે સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે. આ મામલે એડવોકેટ ઉત્કર્ષ દવેએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરી છે અને સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ સામે કાયદાકીય પગલાં લેવા માંગ કરી છે. તેમજ વડોદરા કલેકટર અને મ્યુનિસિપલ કમિશ્નરને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. તેમજ મૃતકના વારસોને સન્માન જનક વળતર ચૂકવવાની માંગ કરી છે. અને SITનું ગઠન કરવાની દાદ માંગવામાં આવી છે.