અયોધ્યાના નવા મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ ભવ્ય કાર્યક્રમમ માટે અનેક દેશ વિદેશની હસ્તીઓ અયોધ્યા પહોંચી ચૂકી છે. વડાપ્રધાન મોદી પણ હાલ અયોધ્યા પહોંચી ચૂક્યા છે. આ સાથે સંઘ પ્રમુખ મોહન ભાગવત, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, મુકેશ-નીતા અંબાણી, ગૌતમ અદાણી, અમિતાભ બચ્ચન, રજનીકાંત સામેલ , યોગી આદિત્યાનાથ સહિતનાઓ અયોધ્યા પહોંચી ચૂક્યા છે.
આ સમારોહની શરૂઆત મંગળ ધ્વનિ સાથે શરુ થઈ ગઈ છે. જેમાં દેશના વિવિધ રાજ્યોના 50થી વધુ મનમોહક વાદ્યોથી મનમોહક ધૂન વગાડી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેનારા મહેમાનોને રામ જન્મભૂમિ સંકુલમાં પ્રવેશ આપવામા આવી રહ્યો છે. આમંત્રણ કાર્ડ પરના QR કોડ સાથે મેચ થયા પછી જ પ્રવેશની મંજૂરી આપવામા આવી છે.
આ કાર્યક્રમ માટે બોલીવુડની પણ અનેક હસ્તીઓ અયોધ્યા પહોંચી ગઈ છે. જેમાં અભિનેત્રી માધુરી દીક્ષિત નેને, વિકી કૌશલ, કેટરિના કૈફ, આયુષ્માન ખુરાના, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને ફિલ્મ નિર્માતા રાજકુમાર હિરાની, મહાવીર જૈન અને રોહિત શેટ્ટી અયોધ્યા પહોંચ્યા છે.