મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે એટલે કે 25મી જાન્યુઆરીના રોજ રાજ્ય કક્ષાનો ‘સ્વાગત’ ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. જ્યાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળશે. આ માટેના પ્રશ્નો અરજદારો પાસેથી સવારે 7-30 વાગ્યેથી સવારે 10-00 વાગ્યા રુબરૂમાં સ્વીકારવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 25મી જાન્યુઆરીના રોજ બપોરે 12-30 વાગ્યે મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક કક્ષ સ્વર્ણિમ સંકુલ-ર ખાતે ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી પ્રજાજનોના પ્રશ્નો-સમસ્યાઓ સાંભળશે અને સંબંધિત સચિવ, અધિકારીઓ, વિભાગોના વડાઓને તેના નિવારણ માટે સૂચનો, માર્ગદર્શન આપશે.અત્રે ઉલ્લેખનીય, આ કાર્યક્રમ સામાન્યતઃ બપોરે 3:00 કલાકે યોજાતો હોય છે પણ આ વખતે નિર્ધારીત સમયથી વહેલો એટલે કે બપોરે 12:30 કલાકે યોજાશે