બ્રેકઅપ થયા બાદ યુવતીઓ સાવધાન રહેવાની જરુર છે. પૂર્વે પ્રેમી દોસ્તો સાથે ગેંગરેપ પણ કરાવી શકે છે. ઈન્દોરના દ્વારકાપુરીમાં 23 વર્ષીય યુવતી પર આઠ લોકોએ ગેંગરેપ કર્યો હતો. પ્રેમીએ તેના દોસ્તો સાથે મળીને તેની પૂર્વ ગર્લફેન્ડનું અપહરણ કર્યું હતું અને એકાંત સ્થળે લઈ ગયા બાદ તેની સાથે ગેંગરેપ કર્યો હતો. યુવતીએ આરોપી સાથે બ્રેકઅપ કરીને બીજા લગ્ન કર્યાં હતા જેનો બદલો લેવા માંગતો હતો.
એડિશનલ ડીસીપી અભિનય વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, એક પીડિતા દ્વારકાપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી હતી અને ફરિયાદ નોંધાવી હતી કે, આ વિસ્તારમાં રહેતો અંકિત આશરે છ મહિના પહેલા તેનું અપહરણ કરીને નિર્જન સ્થળે લઈ ગયો હતો અને તેની સાથે ગેંગરેપ કર્યો હતો. તેણે મોં બંધ રાખવાની ધમકી આપી અને કહ્યું કે જો તે કોઈને કહેશે તો તેની બહેન સાથે પણ આવું જ કરવામાં આવશે. જો કે, પીડિતાએ હવે પોલીસને પોતાની આપવીતી જણાવી છે અને કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને અન્યની શોધ કરી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ કેસનો મુખ્ય આરોપી અંકિત કદમ અને પીડિતા એકબીજાના પ્રેમમાં હતા. પરંતુ બંને લગ્ન ન કરી શક્યા. ચાર વર્ષ પહેલા પીડિતાએ કોઈ બીજા સાથે લગ્ન કર્યા હતા. અંકિત કદમ આ વાતથી ખૂબ જ ગુસ્સે થયા હતા અને ઘણી વખત તેમણે પીડિતાનો સંપર્ક કરીને તેને મળવાની વાત કરી હતી. પરંતુ પીડિતા અંકિતને મળવા માંગતી ન હતી. અંકિત સતત તેના પર દબાણ બનાવતો હતો.
પીડિતાએ પોલીસને જણાવ્યું કે તેને એક બાળક પણ છે. થોડા દિવસ પહેલા તે લોનના પૈસા જમા કરાવવા માટે પોતાના ઘરેથી બેંકમાં જઈ રહી હતી. તેને એકલો જોઈને અંકિતે તેનું કારમાં અપહરણ કર્યું હતું. અંકિત તેને એકાંત સ્થળે લઈ ગયો હતો અને તેના મિત્રો સાથે ગેંગરેપ કર્યો હતો. તેઓએ પીડિતાના હાથ-પગ બાંધી દીધા હતા અને તેના બળાત્કારનો વીડિયો પણ બનાવ્યો હતો. આ પાંચેય આરોપીઓની ઓળખ અંકિત કદમ, વિશાલ, મિથુન અને રવિ બંજારા તરીકે થઈ છે.