ગુજરાત હાઇકોર્ટમાં 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ચીફ જજ સુનિતા અગ્રવાલે ધ્વજવંદન કરીને પરેડની સલામી ઝીલી હતી. ત્યારબાદ તમામ જજ સહિત એડવોકેટ જનરલ અને એડિશનલ એડવોકેટ જનરલે ગાંધી મૂર્તિને સુંતરની આંટી પહેરાવી હતી. બાદમાં ચીફ જજ સહિત અન્ય ન્યાયાધિશોએ હાઈકોર્ટ પરિસરમાં મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં પહેલા બ્લડ ડોનર હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી બન્યા હતા.