આપણાં દેશમાં કોરોના મહામારીના કારણે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે શરૂ થયેલ વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ હવે વધી રહ્યો છે. આ તરફ હવે વર્ક ફ્રોમ હોમના નામે છેતરપિંડીની ઘટનાઓ પણ વધી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઠગ ખાસ કરીને ઘરેથી કામ શોધી રહેલા યુવાનોને નિશાન બનાવી રહ્યા છે. આવો જ એક કિસ્સો દિલ્હીમાં સામે આવ્યો છે. એક અહેવાલ મુજબ દિલ્હી પોલીસે વર્ક ફ્રોમ હોમ ફ્રોડના કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં એક વ્યક્તિનો પણ સમાવેશ થાય છે જેણે કમિશન માટે છેતરપીંડી કરનારાઓને તેની બેંક વિગતો આપી હતી. અન્ય વિદેશી ગેંગના સભ્યો હોવાનું મનાય છે.
રિપોર્ટ અનુસાર તપાસકર્તાઓને ખબર પડી કે ગેંગના સભ્યો દિલ્હીમાં વર્ક ફ્રોમ હોમ જોબના બહાને સામાન્ય લોકોને છેતરતા હતા. આવા જ એક કેસમાં આ લોકોએ કથિત રીતે સોશિયલ મીડિયા પર એક વ્યક્તિને હોટલ લાઈક અને રેટિંગનું કામ આપ્યું અને તેની સાથે 23 લાખ રૂપિયાની છેતરપીંડી કરી. ઘરેથી કામ શોધી રહેલા યુવાનો અનેક રીતે છેતરાય છે. જો તમે પણ ઘરેથી કામ શોધી રહ્યા છો, તો સાવચેત રહો.
કામ શોધી રહેલા લોકોને ઉચ્ચ પગારની ડેટા એન્ટ્રી જોબ ઓફર કરવામાં આવે છે. જે વ્યક્તિ આવી નકલી ઑફર્સમાં ફસાઈ જાય છે તેને રજિસ્ટ્રેશન ફી અથવા સૉફ્ટવેરમાં રોકાણ કરવાનું કહેવામાં આવે છે. જોકે આમ કરવાથી તેને ખ્યાલ આવે છે કે તે છેતરપિંડીનો શિકાર બન્યો છે.
છેતરપીંડી કરનારા લોકોને સર્વેક્ષણમાં ભાગ લેવા માટે પ્રેરિત કરે છે અને બદલામાં મોટી કમાણીનું વચન આપે છે. જોકે સર્વે પૂર્ણ કર્યા પછી લોકોને કોઈ ચુકવણી કરવામાં આવતી નથી અથવા તેમને કહેવામાં આવે છે કે, તમારે પૈસા જોઈએ છે તો પહેલા ચૂકવો.
લેખન, ગ્રાફિક ડિઝાઇન અથવા પ્રોગ્રામિંગ જેવા વિશેષ કૌશલ્યોની જરૂર હોય તેવા કામ માટે ફ્રી લાન્સ જોબ ઓફર કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આવા કિસ્સાઓમાં પીડિતોને ઘણીવાર કાં તો ચૂકવણી કરવામાં આવતી નથી અથવા તેમને મળેલો ચેક બાઉન્સ થઈ જાય છે.