26મી જાન્યુઆરી, 2024ના પ્રજાસત્તાક પર્વે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ”કર્તવ્ય પથ” ઉપર ભવ્ય અને રંગારંગ પરડેનું આયોજન થયું હતું. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા હતા. ત્યારે ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ” સમા ધોરડો ની થીમ પર ટેબ્લોની ઝાંખી રજુ કરવામાં આવી હતી. ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ આપડે ગુજરાતના ટેબ્લોને વોટ કરી ને ફરી એકવાર વિજેતા બનાવ્યે. આ વોટીંગ આપ mygov.inની વેબસાઈટ પર જઈ ને કરી શકો છો. આ વોટીંગ આજે ૨૭ જાન્યુઆરી ૨૦૨૪ સાંજે ૭ વાગ્યા સુધી કરી શકો છો. તો ગુજરાતના ટેબ્લોને વોટ કરી ફરી એક વખત વિજેતા બનાવ્યે…