કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયથી યથાવત છે. હાલ લોકસભા ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અનેક કોંગ્રેસના મોટા નેતાઓ અલવિદા કરવાની તૈયારીમાં છે. ગુજરાત કોંગ્રેસમાં આજે વધુ એક ગાબડુ પડ્યુ છે. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંત ગઢવીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દા પરથી રાજીનામુ આપ્યુ છે. આ સાથે કોંગ્રેસ OBC મોરચા સેલના ચેરમેન ઘનશ્યામ ગઢવીએ રાજીનામુ આપ્યુ છે. આ બંને નેતાઓ 200 થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના હાથે ખેસ પહેરી ટોપી પહેરી વિધિવત રીતે ભાજપ માં જોડ્યા છે. તો સાથે સાથે બે પૂર્વ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાયા હતા. અને ભાજપની વિકાસ ગાથામાં સહભાગી થશે.