વર્ષ 1990 થી અમદાવાદ સહિત માં AMTS દ્વારા ડબલ ડેકર બસ ને બંધ કરવામાં આવી હતી ત્યારે હવે નાણાકીય વર્ષ 2024-25 માં AMTS દ્વારા અમદાવાદ શહેરમાં 7 જેટલી બદલ ડેકર બસ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હાલમાં જે જગ્યાએ ડબલ ડેકર બસ પસાર થઈ શકે તેનો સર્વે AMTS દ્વારા કરી લેવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે AMTS દ્વારા વર્ષ 1990 માં ડબલ ડેકર બસ ની સર્વિસ બંધ કરવામાં આવી હતી ત્યારે હવે 33 વર્ષ બાદ અમદાવાદ માં ડબલ ડેકર બસ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ માં જે જગ્યાએ અને જે રૂટ પર વધુ પ્રવાસીઓ પ્રાપ્ત થઈ રહ્યા છે તેવા જ રૂટ પર ડબલ ડેકર બસ ની સુવિધાઓ આપવામાં આવશે જ્યારે હાલમાં AMTS દ્વારા રૂટ ફાઇનલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ટ્રાન્સપોર્ટ મેનેજર આર્જવ શાહ દ્વારા વર્ષ 2024-25 નું રૂા. 641 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. અમદાવાદના મેમનગર, અખબારનગર અને આરટીઓ પાસે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવા માટે બજેટ ફાળવાયું હતું. આ સાથે જ પ્રથમ તબક્કામાં 7 ઈલેક્ટ્રીક ડબલ ડેકર બસો શરૂ કરાશે. 7 જેટલી ડબલ ડેકર બસ પ્રથમ તબક્કામાં શરૂ કરાશે.
AMTS દાયકાઓ બાદ ફરી ડબલ ડેકર બસ અમદાવાદમાં દોડાવશે. નવા બજેટને લઇને રસ્તા પર પ્રતિદિન 1020 બસો દોડશે. AMTS માલિકીની ફક્ત 125 બસો દોડાવાશે જ્યારે 895 બસો કોન્ટ્રાક્ટ પર ચલાવવામાં આવશે. જોકે આ વર્ષે દેવું ઘટાડવાને લઇને બજેટમાં કોઇ ખાસ જોગવાઇ કરવામાં આવી નથી.AMTS પર ગત વર્ષે 410 કરોડનું દેવું હતું જેમાં આ વર્ષે 12 કરોડનો વધારો થયો છે. તેમજ ક્યુઆર કોડ સ્કેન કરવાથી તમામ રૂટની માહિતી પેસેન્જરને મળી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.