સમગ્ર દેશમાં એક મહિનો માર્ગ સલામતી માસ ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ૧૫ જાન્યુઆરી થી લઈને ૧૪ ફેબ્રુઆરી સુધીમાં આ માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે ટ્રાફિક પોલીસ અને RTO ભેગા મળી જનતામાં આવેર્નેશ લાવવા માટે માર્ગ સેફટી રેલી નું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીના માધ્યમથી જનતાને જાગૃત કરવાની કોશીશ કરવામાં આવી રહી છે. માર્ગ અકસ્માતના કારણે ગયા વર્ષે ૫૩૦ થી વધારે લોકોના મોત થયા છે. તે આકડાઓ ધટાડવા માટે આ અવેરનેશ રેલીનું આયોજન કરવામ આવ્યું છે. આ બાઈક રેલીમાં અમદવાદના RTO જેજે પટેલ, બી ડીવીઝન ACP અશોક રાઠવા, A ડીવીઝન ACP એસ.ડી મોદી પણ અહાજ્ર રહય હતા. આ રેલી અમદાવાદ RTO થી લઇ ને સાબરમતી અને ત્યાંથી પરત RTO સુધીની નીકળવામાં આવી છે. આ રેલીમાં ૧૦૦ જેટલા ટ્રાફિકના જવાનો અને ૧૦૦ જેટલા RTO ના જવાનોએ ભાગ લીધો હતો. આ લોકોમાં જાતે પણ જાગૃતિ લાવવી પણ જરૂરી છે. લોકો હેલ્મેટ પહેરાય વગર બાઈક ચલાવે છે તેના કારણે અકસ્માતમાં મોત થાય છે. તે રોકવા માટે આ રેલીનું આયોજના કરવમાં આવ્યું છે.