સુરતના વેપારીને છેંતરપિંડીના ગુનામાં સુપ્રીમ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હોવા છતાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. આ સમગ્ર મામલે વેપારી દ્વારા સુપ્રીમ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હોવા છતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હોવા છતા વેપારીની ધરપકડ અને રિમાન્ડ આપવામાં આવતા આઈ.એચ.સૈયદે મારફતે સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ પિટિશન દાખલ કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે અરજદારની અરજીના આધારે સુરત પોલીસ અને રિમાન્ડ આપનાર સુરતની કોર્ટના જજને નોટિસ આપી જવાબ માંગ્યો હતો.
સુપ્રીમ કોર્ટ દ્વારા આ સમગ્ર મામલે વધુ સુનાવણી હાથ ધરતા આશ્ચર્ય સાથે કહ્યું હતું કે, જ્યારે સુપ્રીમ કોર્ટે અરજદારને આગોતરા જામીન આપ્યા હોય.તો સુરતની કોર્ટ કેવી રીતે પોલીસ રિમાન્ડ આપી શકે. ત્યારે ગુજરાત રાજ્યની અદાલતો ગુજરાત હાઈકોર્ટ અંતર્ગત આવતી હોવાથી સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટને પક્ષકાર તરીકે નોટિસ પણ આપવામાં આવી છે. સુપ્રીમમાં હાઈકોર્ટનાં પેનલ એડવોકેટ તેમાં ઉપસ્થિત થાય તેવી શક્યતા છે.
આ સમગ્ર મામલે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, આ એક ભૂલ છે. ગુજરાતની કોર્ટમાં સામાન્ય રીતે જ્યારે કેસના મેરીટમાં ગયા વગર જામીન આપવામાં આવે છે. તે સમયે તપાસનીશ અધિકારીની અરજી ઉપર ટ્રાયલ કોર્ટ નિર્ણય લેતી હોય છે. ત્યારે આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટને તેના તાબામાં આવતા ન્યાયિક અધિકારીઓને યોગ્ય ટ્રેનિંગ આપવા સુચન કર્યું હતું.