રાજસ્થાનના ડેપ્યુટી CM દિયા કુમારીનો જન્મદિવસ છે, લોકો સવારથી જ તેમને શુભકામનાઓ આપી રહ્યા છે. આ સાથે જ હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે દિયા કુમારી તલવારબાજી કરી રહ્યા છે. જો કે આ વિડીયોમાં કેટલી સચ્ચાઈ છે તેના વિશે ફેક્ટ ચેક કરવામાં આવ્યું હતું. જેમાં બહાર આવ્યું કે આ વિડીયોમાં તલવારબાજી કરતાં આ મહિલા રાજસ્થાનના ડેપ્યુટી CM દિયા કુમારી નથી. વાત એમ છે કે રાજસ્થાનના ડેપ્યુટી સીએમ દિયા કુમારીના નામે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો અને આ વીડિયોમાં ભગવાન રામને સમર્પિત ગીતો વગાડવામાં આવી રહ્યા છે અને આ દરમિયાન એક મહિલા તલવાર સાથે પોતાના કરતબો બતાવતી જોવા મળે છે. તેને જોવા લોકોની ભીડ જામી છે. આ વિડીયોને જોઇને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મહિલા દિયા કુમારી છે આ વાયરલ વીડિયો દિયા કુમારીનો નહીં પરંતુ ગુજરાતી મહિલા છે જેનું નામ છે નિકિતાબા રાઠોડ. રિપોર્ટ્સ અનુસાર અનેક મીડિયાએ ગુજરાતી મહિલા નિકિતાબા રાઠોડ સાથે આ વિશે વાત કરી હતી અને વાયરલ વીડિયોનું સત્ય બહાર આવ્યું હતું.