નિકોલમાં SRP જવાનની સગીર વયની દીકરી પર દુષ્કર્મ ગુજારવા મામલે નિકોલ પોલીસે બે વ્યક્તિની ધરપકડ કરી છે. પ્રાથમિક વિગતો મુજબ TRB જવાને લગ્નની લાલચ આપીને અનેક વખત સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતું. સમગ્ર મામલે TRB જવાન અને તેની ભાભીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે TRB જવાન, તેની ભાભી અને માતા વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
અમદાવાદના નિકોલમાં SRP જવાનની દીકરી પર દુષ્કર્મને લઈને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વિગતો મુજબ પોલીસ દ્વારા TRB જવાન અને તેના ભાભીની ધરપકડ કરાઇ છે. જેમાં SRP જવાનની દીકરી અને TRB જવાન વચ્ચે પ્રેમ સંબંધ હતા અને TRB જવાને SRP જવાનની સગીર દીકરીને લગ્નની લાલચ અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવ્યું છે. જેને લઈ નિકોલ પોલીસે TRB જવાન, તેની ભાભી, અને માતા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જે બાદમાં હવે હાલ પોલીસે TRB જવાન અને તેના ભાભીની ધરપકડ કરી છે.