અમદાવાદના ઉસ્માનપુરા પાસે થયેલી ચિલઝડપનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉઘેલી કાઢ્યો છે. પેટ્રોલ પંપના કર્મચારી સાથે ગઈકાલે બપોરે ચીલ ઝડપ થઈ હતી. ચીલ ઝડપ કરનાર ત્રણ આરોપીઓની વાડજ પોલીસે ધરપકડ કરી છે. ત્રણ આરોપીઓ પાસેથી 8.5 લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યા છે. કુલ રૂપિયા નવ લાખની ચિલઝડપ થઈ હતી. વાડજ પોલીસે ચીલઝડપ કરનારા હેમેન્દ્ર, સિધ્ધરાજ અને રોહિત વાઘેલા એમ ત્રણ આરોપીઓની કરી ધરપકડ કરી છે. હેમેન્દ્ર નામના આરોપીને શેર બજારમાં દેવું થઈ જતા તેણે દેવું ચૂકતે કરવા આ પ્રકારે લૂંટનો પ્લાન કર્યો હતો