રાજ્યમાં લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકાર દ્વારા બદલીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ગઈકાલે 50 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ત્યારે આજે ફરી રાજ્ય સરકાર દ્વારા બદલીની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના 25 તાલુકા વિકાસ અધિકારીઓને તેના મૂળ સ્થાનેથી બદલી આપવામાં આવી છે.આમ ચૂંટણી પહેલા વહીવટીતંત્રમાં ધરમૂળમાંથી ફેરફાર કરવામાં આવ્યા છે
ગઈકાલે રાજ્ય સરકારે 50 જેટલા IAS અધિકારીઓને બદલીના આદેશ કરાયા છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે 50 અધિકારીઓને બદલીના આદેશ આપ્યા છે. એમ.કે. દવે, જિલ્લા વિકાસ અધિકારી અમદાવાદની બદલી અને ગાંધીનગર કલેક્ટર તરીકે કરાઈ છે. જ્યારે જી.ટી. પંડ્યા – કલેક્ટર, મોરબીની બદલી અને કલેક્ટર, દેવભૂમિ-દ્વારકા તરીકે કરાઈ છે. વડોદરા કલેકટર એ બી ગોરની મુખ્યમંત્રી કાર્યાલયમા નિયુક્તિ કરાઈ છે જેઓ ખાસ ફરજ પરના અધિકારી તરીકે કામગીરી કરશે.