રાજ્યમાં પહે 50 IASની બદલી કરવામાં આવી હતી. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત રાજ્યમાં ગૃહ વિભાગે એકસાથે હથિયારધારી 43 PSI અને 551 બિન હથિયારધારી PSIની બદલીનો ઓર્ડર કર્યો છે. હજી આ ઓર્ડર કાઢ્યાની ગણતરીની મિનિટોમાં જ સરકારે એકસાથે રાજ્યમાં 232 બિન હથિયારધારી PIની બદલીનો ઓર્ડર કર્યો છે. મોટાભાગના બિનહથિયારધારી PSI અને PIને જાહેરહિત માટે બીજા શહેર મોકલ્યા છે. હજુ ટૂંક સમયમાં IPS અધિકારીઓની બદલી પણ થવાની પૂરેપૂરી શક્યતા છે.
30 જાન્યુઆરીએ રાજ્યના વિવિધ જિલ્લાના IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. 50 જેટલા અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી એમ.કે. દવેની ગાંધીનગરના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી હતી. મોરબીના કલેક્ટર જી.ટી. પંડ્યાની દેવભૂમિ-દ્વારકાના કલેક્ટર તરીકે બદલી કરાઈ હતી. જામનગરના કલેક્ટર બી.એ. શાહની બદલી વડોદરાના કલેક્ટર તરીકે કરાઇ હતી.