આપના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકોની આતુરતાનો આજે અંત આવ્યો છે. કેમકે રાજપીપળાની ડિસ્ટ્રીક એન્ડ સેસન્સ કોર્ટમાં તેમના પત્ની સહિતના 3 આરોપીની જામીન અરજી પર સુનાવણી બાકી હોવાથી તેમણે જેલમાં જ રહેવાની ઇચ્છા વ્યકત કરી હતી. પણ હવે આજે ગુરૂવારે તેઓ પત્ની અને સાથીદારો વિના જ જેલમાંથી બહાર આવ્યા છે.
આપના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકોની આતુરતાનો આજે અંત આવ્યો છે. કેમકે રાજપીપળાની ડિસ્ટ્રીક એન્ડ સેસન્સ કોર્ટમાં તેમના પત્ની સહિતના 3 આરોપીની જામીન અરજી પર સુનાવણી બાકી હોવાથી તેમણે જેલમાં જ રહેવાની ઇચ્છા વ્યકત કરી હતી. પણ હવે આજે ગુરૂવારે તેઓ પત્ની અને સાથીદારો વિના જ જેલમાંથી બહાર આવ્યા છે. ચૈતર વસાવાને શરતી જામીન પર મુક્તિ મળી છે. જેમાં તેમને નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશબંધી ફરમાવાઈ છે. ત્યારે હાલ તેમણે પોતાનું નવું સરનામું ગાંધીનગરને બનાવ્યું છે.ચૈતર વાસવાણી એક ઝલક જોવા મોટી સંખ્યામાં લોકો અને તેના સમર્થકો ઉમટી પાળિયા હતા
ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી છૂટા થાય એ પહેલા જ સમર્થકોનો ઠેર-ઠેર જમાવડો થઈ ગયો હતો. જેને લઈ ડેડીયાપાડા કોર્ટનો ઓર્ડર લઈને જેલરને આપવા નિકળેલા ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન સહિત સમર્થકોને બિતાડા ચોકડી પાસે પોલીસે એક કલાકથી અટકાવ્યા હતા. બાદમાં ફક્ત તેમના પત્નીને મંજૂરી આપતા તેઓ બાળકો સાથે જેલમાંથી ચૈતર વસાવાને લઈ બહાર આવ્યા હતા.