રાજ્યમાં ગેરમાર્ગે વિવિધ રીતે કેફી પદાર્થોને લાવવામાં આવતા હોય છે. ત્યારે આ કાયદા વિરોધીઓને પકડી પાડવામાં માટે સરકાર દ્વારા ખાસ એજન્સીની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાંથી ફરી એકવાર લાખો રૂપિયાના Drugs રેકેડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. હીરા નગરી સુરતમાં અમદાવાદ NCB દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તેના અંતર્ગત Darkweb મારફતે LSD મંગાવનાર સુરતના વિવેક પટેલની ધરપકડ NCB કરવામાં આવી છે.
તે ઉપરાંત અમદાવાદ NCB એ વિવેકના ઘરમાંથી 19 LSD ની સ્ટ્રીપ અને 130 ગ્રામ ગાંજો મળ્યો છે. NCB એ આરોપી વિવેક પટેલના 2 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરાઈ છે. NCB ની ટીમે બાતમીના આધારે વિવેક પટેલના ઘરે રેડ કરી હતી. જો કે વિવેક Darkweb દ્વારા પાર્ટી Drugs મંગાવતો હોવાની મળી માહિતી હતી.
વિવેક પાર્ટીમાં Drugs સપાઈ કરી હોવાની બાતમી મળી હતી. ત્યારે NCB એ તેના પર વૉચ શરૂ કરી હતી. આખરે સુરત શહેરમાંથી વિવેકને 19 LSD ની સ્ટ્રીપ અને 130 ગ્રામ ગાંજા સાથે રંગે હાથ પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં, NCB એ ફરિયાદ નોંધી વિવેક ડ્રગ્સ પોતે લેતો હતો કે વેચાણ માટે મંગાવતો હોવાની દિશામાં તપાસ શરૂ કરી છે.