જુનાગઢ ગીરનાર ખાતે 16 અખિલ ભારતીય આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય હતી.વહેલી સવારે કડકડતી ઠંડી વચ્ચે 494 સ્પર્ધકોએ ગિરનાર પર દોટ મૂકી હતી. અલગ અલગ રાજ્યમાંથી આવેલા 494 ભાઈ બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. દર વર્ષે યોજાતી રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં ગુજરાતના ભાઈઓ બહેનો પ્રથમ આવતા હતા ત્યારે આ વર્ષે સિનિયર અને જુનિયર વિભાગમાં હરિયાણાના બે સ્પર્ધકોએ મેદાન માર્યું હતું સિનિયર બહેનોમાં ઉત્તર પ્રદેશના તામસી સિંઘે પ્રથમ ક્રમ મેળવ્યો હતો અને જુનિયર બહેનોમાં જૂનાગઢ જિલ્લાના વિરોલ ગામની જશુબેન ગરેજાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
જુનાગઢ ગીરનાર ક્ષેત્રમાં દર વર્ષે જિલ્લા અને રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા નું આયોજન કરવામાં આવે છે જેમાં ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી સ્પર્ધકો ભાગ લેતા હોય છે અને જેમાં નંબર પ્રાપ્ત કરનાર સ્પર્ધકો રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ ગિરનાર સ્પર્ધામાં ભાગ લે છે. આ વર્ષે આ રાષ્ટ્રીય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધામાં 198 સિનિયર ભાઈઓ 117 જુનિયર ભાઈઓ,96 સિનિયર બહેનો,83 જુનિયર બહેનોએ ભાગ લીધો હતો.. જ્યારે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા અગાઉ અપાતી ઇનામની રાશિમાં પણ વધારો કરવામાં આવ્યો છે.