અમરેલીના બાબરામાં ખેડૂતો આકરા પાણીએ છે અહીં ખેડૂતોએ આરોપ લગાવાયો છે કે વિન્ડ ફાર્મ નામની પવનચક્કી ની કંપની આડેધડ રીતના ખોદકામ કરતા તેમના ખેતીના પાકને વ્યાપક નુકશાન થૈ રહ્યું છે અને કંપનીએ પોતાની સગવડતા માટે ખેડૂતો માટે આશીર્વાદરૂપ મનાતી કોટડાપીઠ વળી સિંચાઇની પાણીની કેનાલને પણ નુકશાન પોહ્ચાડ્યું છે એટલુંજ નહિ પણ કંપનીએ મનમાની કરીને અનેક ખેતરોના રસ્તાઓ પણ બંધ કરી દીધા છે આ બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ના આવતા હવે ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કરી છે અને જો ત્યાંથી પણ આ પ્રશ્ર્નનો ઉકેલ નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે