મધ્યપ્રદેશના હરદા (Harda) જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. મધ્યપ્રદેશના મગરધા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં (fireworks fectory) વિસ્ફોટ થતા જેના કારણે અહીં આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાની વિગતો સામે આવી છે. ઘટનાને પગલે ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશમાં બૈરાગઢ નામની જગ્યા પર સ્થિત ફટાકડાની ફેક્ટરીમાં મંગળવારે સવારે બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી. કારખાનામાં ફટાકડા માટે રાખવામાં આવેલ ગનપાઉડરના સંપર્કમાં આવતાં આગએ ટૂંક સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે આ વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે અત્યાર સુધી મૃતકાંકની પુષ્ટી થઇ શકી નથી.
ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. વખતે ફેક્ટરીમાં 30 થી વધુ મજૂરો કામ કરી રહ્યા હતા. ઘાયલોને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ ઘટનામાં 5 લોકોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો છે જેમાં ફેક્ટરીમાંથી નીકળતી જ્વાળાઓ અને ધુમાડા દૂરથી જોઈ શકાય છે. માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. આગનું કારણ હાલમાં જાણી શકાયું નથી.