રાજકોટના કુખ્યાત ગુનેગાર નિખિલ દોંગાએ એડવોકેટ તસનીમ ઝાબુઆવાલા મારફતે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જજ દિવ્યેશ જોશીની કોર્ટમાં રજુ થઈ હતી. વર્ષ 2022માં દાખલ થયેલી આ અરજી ઉપર આજે હાઇકોર્ટે ચુકાદો આપતાં અરજદારના જામીન મંજૂર કર્યા છે. નિખિલ દોંગા પર ખંડણી, કોન્ટ્રાક્ટ કિલિંગ સહિત 117 ગુના છે. નિખિલ દોંગાએ 2003માં ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો હતો.
અગાઉ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી હતી
આરોપી સામે રાજકોટના ગોંડલ શહેર પોલીસ મથકે 2020માં ફરિયાદ નોંધાઈ હતી. તેની ઉપર ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઈમ એક્ટ 3(1), 3(2), 3(4), 3(5), 4 અને IPCની કલમ 120 B મુજબ ગુનો નોંધાયો હતો. તેને અગાઉ રાજકોટ સેશન્સ કોર્ટમા પણ જામીન અરજી દાખલ કરી હતી. જેને ઓક્ટોબર, 2022માં સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી.