ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા જલારામ બાપા વિરૂદ્ધ અશોભનીય ટિપ્પણી કરતા હવે તેઓ બરાબરના ફસાયા છે રાજ્યભરમાંથી હવે લોહાણા સમાજે ઉગ્ર દેખાવ કર્યા છે અને તેમની સામે કાર્યવાહી ની માંગ કરવામાં આવી છે ફતેસિંહ ચૌહાણે ગઈકાલે તેવો બફાટ કર્યો હતો કે જલારામબાપા હિન્દૂ સમાજના ભગવાન નથી તેની આ ટિપ્પણી સામે સાવરકુંડલા રઘુવંશી સમાજમાં ફતેસિંહ ચૌહાણ વિરૂદ્ધ રોષ ફાટી નીકળ્યો છે અને
સાવરકુંડલા નાવલી નદી ખાતે રઘુવંશી સમાજ એકત્રિત થયો હતો અને વિરોધ પ્રદર્શન કર્યું હતું મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો મામલતદારને આવેદનપત્ર પાઠવી ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ અને આઈ.પી.સી.295 (ક) અને 298 મુજબ ગુન્હો નોંધે અથવા માફી માંગે તેવી રઘુવંશી સમાજની માંગણી….